મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત ​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા


SHARE







મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા

મોરબી જિલ્લામાં બાળમજૂરી રોકવા અને નાની વયના બાળકોના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ તથા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બર-૨૦૨૬ માસ દરમિયાન જિલ્લામાં બાળમજૂરી વિરોધી ટાસ્કફોર્સ દ્વારા મોરબી અને ટંકારા વિસ્તારમાં આકસ્મિક રેઇડ પાડવામાં આવી હતી. જે કાર્યવાહી અંતર્ગત તા. ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ ટંકારા ખાતે આવેલી 'હિમાલય ફ્રેમ એલએલપી'માંથી ૮ તરુણ શ્રમયોગીઓને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે 'દેવુભાઈ ગાંઠિયાવાળા'ની સંસ્થામાંથી ૧ તરુણ શ્રમયોગીને મુક્ત કરવામાં આવ્યો હતો. આમ, સપ્ટેમ્બર માસ દરમિયાન કુલ ૯ બાળકોને મુક્ત કરાવીને બંને સંસ્થાઓ વિરુદ્ધ કાયદાનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેઇડ દરમિયાન જિલ્લાના તમામ હોટલ, ઢાબા અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની સંસ્થામાં ક્યારેય બાળ શ્રમિકોને કામે ન રાખે. આગામી સમયમાં પણ આવી ઝુંબેશ અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. મોરબી જિલ્લાના કોઈ પણ સ્થળે બાળ મજૂરી થતી નજરે પડે તો ત્વરિત ધોરણે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર સંપર્ક કરી જાણ કરવા નાગરિકોને મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News