મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી
મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા
SHARE
મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા
મોરબી મહાનગપાલિકાની ANCD શાખા દ્વારા ઢોર પકડવા માટેનું કામ કરવામાં આવે છે અને છેલ્લા 8 દિવસમાં 25 ઢોરને ડબ્બે પુરાયા છે અને મહાપાલિકા બની ત્યારથી અત્યાર સુધીમાં કુલ મળીને 3,910 પશુ પકડીને ડબ્બે પુરાવામાં આવેલ છે. અને વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવેલા રજડતા ઢોરને પકડીને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાથી 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે તેમજ 45 પશુ માલિકોને લાઇસન્સ રિન્યૂ કરી આપેલ છે.