મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત ​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત

મોરબીના નીચીમાંડલ ગામ નજીક સિરામિક કારખાનામાં ગેસ પ્લાન્ટ નજીક કામ કરતા આધેડ મહિલાને ડમ્પર ચાલકે હડફેટે લઈને કચડી નાખતા તેઓને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી જેથી મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નીચી માંડલ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ નરસીભાઈ સોલંકી (33) એ ડમ્પર નંબર જીજે 13 એ એક્સ 4588 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ઊંચી માંડલ તથા નીચી માંડલ ગામની વચ્ચે આવેલ સિમેરો સીરામીક કારખાનામાં ગેસના પ્લાન્ટ પાસે ફરિયાદીના માતા અમૃતબેન કામ કરી રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના માતા અમૃતબેનને હડફેટે લીધા હતા જેથી તેઓને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News