મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત ​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના હરીપર કેરાળા ગામે ભાડાની માથાકૂટમાં હવે 2 શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના હરીપર કેરાળા ગામે ભાડાની માથાકૂટમાં હવે 2 શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ

મોરબીના હરીપર કેરાળા ગામે મકાનના ભાડા બાબતે માથાકૂટ થઈ હતી અને અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મકાન ભાડા બાબતે તેઓના ઘરે આવીને બે શખ્સો દ્વારા ગાળો આપીને જેમ ફાવે તેમ ગાળો બોલવામાં આવી હતી ત્યારબાદ ગાળો આપનારા શખ્સને દુકાને સમજાવવા માટે ગયા હતા ત્યાં સામેવાળાએ બોલાચાલી ઝઘડો કરી માથાકૂટ કરી હતી અને લાકડી વડે માર માર્યો હતો તેમજ મહિલાને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા જે બનાવ સંદર્ભે મહિલાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા રેખાબેન સુરેશભાઈ પાંચિયા (60) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ પટેલ અને દીપેશ પટેલ રહે. બંને હરીપર કેરાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપી અમિતભાઈએ મકાન ભાડા બાબતે સાહેદ કિરણબેન ને ગાળો આપી જેમ ફાવે તેમ બોલાચાલી કરી હતી અને ફરિયાદી તથા સાહેદ કિરણબેન, લક્ષ્મણભાઈ અને મેહુલભાઈ આરોપી અમિતભાઈ ને સમજાવવા માટે તેની દુકાને ગયા હતા ત્યારે આરોપીએ ગાળો આપી હતી અને હાથમાં રહેલ લાકડી વડે સાહેદ લક્ષ્મણભાઈને હાથમાં માર માર્યો હતો ફરિયાદી વચ્ચે છોડાવવા માટે થઈને પડતા તેને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા જેથી તેઓને માથામાં ઇજા કરી હતી તેમજ આરોપી દિપેશભાઈએ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અમિતભાઈએ તેના મિત્રનું મકાન હાલના ફરિયાદીને ભાડે અપાવ્યું છે જોકે તેનું બે મહિનાનું ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું જે માંગવા બાબતે માથાકૂટ હતી અને આ બનાવ સંદર્ભે અમિતભાઈ અગાઉ ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે




Latest News