મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત ​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત


SHARE







મોરબીના જાંબુડીયા ગામ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર જાંબુડીયા પાસે આવેલ બ્રિજ પહેલા વાંકાનેર તરફ જવાના સર્વિસ રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના ઉંચી માંડલ ગામ પાસે પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ સોનીસ્ટો સેનેટરીવેર નામના કારખાનાની લેબર  કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતો રાકેશભાઈ ઇન્દલરામ પાસવાન (24) નામના યુવાને અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ  છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ પર જાંબુડીયા ગામ પાસે આવેલ બ્રિજ પહેલા મોરબીથી વાંકાનેર તરફ જતા સર્વિસ રોડ ઉપર થી ફરિયાદીના મોટાભાઈ રાજકુમાર ઇન્દલરામ પાસવાન ચાલીને પસાર થઈ રહ્યા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News