મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો


SHARE







બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો

દીકરીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય સુધારણા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સંયુક્ત ઉપક્રમે મોરબી અને માળીયા ઘટક કક્ષાએ ‘કિશોરી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું સઘન આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને પૂરક પોષણ આહાર, કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો, એનિમિયા નિવારણ, કાયદાકીય અધિકારો, જીવન કૌશલ્ય તથા વ્યવસાયલક્ષી તાલીમ અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ મેન્સ્ટ્રુઅલ હાઇજિન, વ્યક્તિગત સ્વચ્છતા અને પોષણના મહત્વ વિશે જાગૃત કરી "બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અને કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તમામ કિશોરીઓને 'મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટ'નું વિતરણ કરાયું હતું. આ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા અને મમતાબેન રાવલ, મેડિકલ ઓફિસર શિતલબેન જાની, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, પૂર્ણા કન્સલ્ટન્ટ દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News