મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ દ્વારા સોમવારના રોજ પુષ્ય નક્ષત્રના પાવન દિવસે બાળકોના આરોગ્ય અને સંસ્કારલક્ષી અભિગમ સાથે સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઉમા ટાઉનશિપમાં આવેલ ઉમિયા માતાજી મંદિરે કર્યું હતું અને કુલ ૪૬૦ જેટલા બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સારા સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ અને સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ લાવવાનો તેમજ ભારતીય પરંપરાગત સંસ્કૃતિ સાથે નવી પેઢીને જોડવાનો રહ્યો હતો. આ સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પનું આયોજન દર પુષ્ય નક્ષત્રના પાવન દિવસે નિયમિત રીતે કરવામાં આવે છે અને આગામી સમયમાં પણ આ સેવાકાર્ય યથાવત ચાલુ રાખવામાં આવશે, જેથી વધુમાં વધુ બાળકોને આ સંસ્કારલક્ષી અભિયાનનો લાભ મળી શકે.




Latest News