મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
SHARE
મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન'ની પૂર્ણાહુતિના ભાગરૂપે તા. ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લા પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સનાળા સ્થિત પટેલ સમાજવાડી ખાતેથી 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે હેતુથી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સર્કિટ હાઉસ ખાતે આયોજનબદ્ધ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીએ કાર્યક્રમની વ્યવસ્થાઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા. આવતીકાલે સવારે ૦૯:૦૦ કલાકે પટેલ સમાજવાડી, સનાળા ખાતેથી કાર્યક્રમનો પ્રારંભ થશે, જેમાં માનનીય વડાપ્રધાન લાઈવ માધ્યમથી જોડાઈને દેશવાસીઓને પ્રેરણાદાયી સંદેશ આપશે. ત્યારબાદ કલાકે સૌ ઉપસ્થિત નાગરિકો અને અધિકારીઓ દ્વારા 'સંકલ્પ પ્રતિજ્ઞા' લેવામાં આવશે. પ્રતિજ્ઞા બાદ જ્વલંત મશાલ સાથેની ભવ્ય 'સેવા જ્યોતિ યાત્રા' પટેલ સમાજવાડીથી પ્રસ્થાન થઈને ભક્તિનગર સર્કલ સુધી પહોંચશે.
દેશભક્તિના ગીતો અને વિશિષ્ટ સાંસ્કૃતિક માહોલ સાથે નીકળનારી આ યાત્રામાં સમગ્ર મોરબી જિલ્લામાંથી, તમામ તાલુકાઓમાંથી તેમજ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી બનશે. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી તથા વહીવટી તંત્રના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.