મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE









મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ, મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે બાતમીને આધારે શહેરના નવલખી રોડ કુબેરનગર મેઇન શેરી, રોયલ પાર્કમાં આવેલ હેતુ પાન નજીક રેડ કરી હતી ત્યારં રહેણાંક મકાનમાંથી દારુની 34 બોટલો કિંમત રૂા.1,42,720નો મુદ્ામાલ મળી આવ્યો હતો. જેથી ત્યાં રહેતા અનેમુળ માળીયા-મીં.ના વિરભદરકા ગામના રઘુવીરસિંહ દાદુભા બારહટ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન વરૂણદાન નવલદાન ગઢવી રહે. રોયલ પાર્ક નવલખી રોડનું નામ ખુલતા બંનેની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે શનાળા રોડ ભક્તિનગર સર્કલની પાસેથી નિકળેલા સુરેશભાઇ રતીલાલ ફળદુ (60, રહે. ઉમીયાનગર, શનાળા)ની પોલીસે અંગજડતી લેતા તેની પાસેથી દારુની એક બોટલ મળી આવતા રૂા.1800ની કિંમતની બોટલ સાથે સુરેશ ફળદુને પકડી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

પરિણીતા સારવારમાં
લાતી પ્લોટ મુનનગર નજીક આવેલ આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યાબેન જયદિપભાઇ પટેલ નામની 26 વર્ષિય પરિણીતાને ઘરે પતિ મારવા દોડતા તેણીએ જાતે ડાબા હાથના ભાગે છરીના ઘા મારતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે જીવાપર (ચકમપર) ગામે થયેલી મારામારીમાં ઇજા પામેલ રતિલાલ નાનજીભાઇ પાંચોટીયાને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી-2 ઉમા ટાઉનશીપ પાસે વેજીટેબલ રોડ ઉપર આવેલ શિવમ પાર્ક વિસ્તારમાં રહેતા મોનુભાઇ મોતિસિંહ ચૌહાણ અને સોહમભાઇ ચૌહાણને હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હોય, સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પીટલે લઇ જવામાં આવ્યા હતા.

રાજકોટ ખસેડાયો
મોરબીના પંચાસર રોડ ગીતા ઓઇલ મીલની સામે ન્યુ જનક સોસાયટીમાં રહેતો મહોસીન હનીફભાઇ પઠાણ નામનો 35 વર્ષીયનો યુવા બાઇક લઇને પરત ઘર તરફ આવતો હતો ત્યારે માળીયા હાઇવે ઉપર આવેલ ફર્ન હોટલ નજીક રોંગ સાઇડમાં આવતા બાઇકની સાથે તેનું બાઇક અથડાયું હતું. આ બનાવમાં તેને ગંભીર ઇજાઓ થતાં મોરબી અને બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવાયો છે.

વાહન અકસ્માત
સામાકાંઠે  વિશાલ રમેશભાઇ ડાંગર નામનો યુવાન ઘુંટુ રોડ હરીઓમ સોસાયટી પાસેના રાજબાઇ માતા મંદિર પાસે હતો ત્યાં વાહન અકસ્માત બનાવમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો. જ્યારે હળવદના કીડી ગામે વાડી વિસ્તારમાં રમી રહેલા રસીક નીકુલભાઇ રાઠવા ભુલથી ઝેરી પ્રવાહી પી ગયો હોય અહીંની સીવીલે સારવારમાં ખસેડાયો હતો.

ટંકારાના લજાઇ ગામે વાડીએ રહી મજુરી કરતા પરિવારની નાનકીબેન રાકેશભાઇ મેડાએ કોઇ કારણોસર દવા પી લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી, જ્યારે ટંકારાના નસીતપર ગામે રહેતા કલ્પેશભાઇ કાળુભાઇ પસાયા (41) નામનો યુવાન વાડીએ હતો ત્યાં દવા પી ગયો હોય અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો




Latest News