મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ


SHARE









મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ

મોરબી જિલ્લા કક્ષના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત 'સ્વાગત' (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અમલી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાનો આગામી ઓક્ટોબર ૨૦૨૬ માસનો 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૧ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, જેમાં અરજદારો પોતાના પ્રશ્નોની સીધી રજૂઆત કરી શકશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ ઓક્ટોબર માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ ૧૦ તારીખ સુધીમાં જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર અને સહી સાથે દર્શાવવા અનિવાર્ય છે. નોંધનીય છે કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા પહેલા અરજદારે ગ્રામ કે તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવા જ પ્રશ્નો અહીં ગ્રાહ્ય રાખવામાં આવશે. વધુમાં, નીતિવિષયક પ્રશ્નો, કોર્ટ મેટર હેઠળના કે સબ-જ્યુડિસ પ્રશ્નો, વ્યક્તિગત આક્ષેપો ધરાવતી અરજીઓ, સેવાકીય બાબતો જેવી કે પેન્શન અને પગારના પ્રશ્નો અથવા જે પ્રશ્નો અગાઉ ‘જિલ્લા સ્વાગત' માં રજૂ થઈ ચૂક્યા હોય તેવી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. ૧૦ તારીખ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા. ૧૬/૧૦/૨૦૨૬ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલ, પી.જી. પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News