મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત
મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો
મોરબી નજીક આવેલ સીરામીક સીટી પાસેથી ઉમિયાનગર તરફ જવાના રસ્તા ઉપર ઢાળ પાસે આવેલા મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 240 બિયરના ટીન તથા 20 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 33,840 ની કિંમતના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે લાલપર ગામ નજીક આવેલ સીરામીક સીટી પાસેથી ઉમિયાનગર તરફ જવાના રસ્તા ઉપર ઢાળ પાસે આવેલ અશ્વિનભાઈ મુછડીયાના મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 240 ટીન જેની કિંમત 30,240 તથા દારૂની 20 નાની બોટલો જેની કિંમત 1600 રૂપિયા આમ કુલ મળીને 33,840 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી અશ્વિનભાઈ રામજીભાઈ મુછડીયા (21) રહે. ઉમિયાનગરના ઢાળ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે