મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
SHARE
મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું,વાલી વરસની શોધખોળ, ગુનો નોંધાયો : માસુમને બાવળના કાંટા વાગ્યા
મોરબી તાલુકાના નવી ટીંબડી ગામના પાટીયા પાસે બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ બાળક રડતું હોવાનો અવાજ આવ્યો હતો જેથી 108ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ બાળકને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવેલ છે. હવે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી નજીકના નવી ટીંબડી ગામના પાટીયા પાસે બાવળની જાળીમાં નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હોય તે અંગેની જાણ 108 ની ટીમને અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવતા તાત્કાલિક 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને ત્યાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.અને આ અંગે 108 ના ઈએમટી ગોવિંદભાઈ સોલંકી તથા પાયલોટ ગૌતમભાઈ આહીર પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવી ટીંબડી ગામના પાટીયા પાસે 100 મીટર અંદરના ભાગમાં બાવળની જાળીમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું અને ત્યજી દેવાયેલ બાળકને આંખ પાસે અને શરીરને બાવળના કાંટા વાગ્યા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.
જોકે બાળકની હેલ્થ સારી છે અને આ બાળક ચારથી પાંચ દિવસનું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે હાલમાં આ બનાવ સંદર્ભે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધુતારી વિસ્તારમાં રહેતા જેસીંગભાઇ પ્રેમજીભાઈ ધંધુકિયા (44) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવજાત બાળકના માતા-પિતા અથવા તો કોઈ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે બાળકને કયા કારણોસર બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ છે અને બાળકને કોણ ત્યજી ગયું છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે