મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન

મોરબી શહેર અને આસપાસના લોકોને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે તે હેતુથી રાજકોટ એઇમ્સ (AIIMS) હોસ્પિટલના સહયોગથી મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમજ મહામંત્રી અરવિંદભાઇ વસાદડીયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આ કેમ્પમાં દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે તેવી માહિતી આપી હતી.

આ કેમ્પ એલ.ઈ.કોલેજની બાજુમાં આવેલ મયુર હોસ્પિટલ ખાતે 10 ઓક્ટોબર, શનિવારના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આ કેમ્પનો મોરબીવાસીઓને વધુમાં વધુ લાભ લેવા માટે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, નેફ્રોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસા, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, કાન-નાક-ગળા, આંખ, જનરલ મેડિસિન, હાડકાં, દાંત, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને ડાયેટિશિયન સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબો સેવા આપશે. તેમજ આ મેગા મેડિકલ કેમ્પમાં સર્વરોગનું નિદાન તથા તબીબી માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવનાર છે તેમજ દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. જેથી મોરબી જિલ્લાના લોકો માટે આ કેમ્પ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી બની રહેશે. તેવી લાગણી આયોજકોએ વ્યક્ત કરી હતી.




Latest News