મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ
SHARE
મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ
મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને મોરબીથી કબરાઉ એટ્લે કે 108 કિલોમીટર સુધી પદયાત્રા કરીને જતાં ભક્તોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે આ ગ્રુપ દ્વારા માર્ગમાં સેવા કરી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત 9 બહેનો આ સેવાકાર્યમાં જોડાયા હતા. અને બોલેરો ગાડીમાં પાણી, ઠંડા પીણા, ફ્રૂટ સહિતની વિવિધ વસ્તુઓ ભરીને મોરબીથી કબરાઉ સુધી જતાં રસ્તામાં માતાના મઢ જતા પદયાત્રીઓને તેનું વિતરણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.