મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત


SHARE







ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત

લોકસભા નાં ચોમાસુ સત્ર દરમ્યાન કચ્છ નાં સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ ભારત સરકાર નાં ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી હતી અને સંસદીય મતક્ષેત્રનાં કંડલા વિમાની સેવા વિસ્તરણ યાત્રિક સુવિધાઓ વધારવા નવી વિમાની સેવા શરૂ કરવા અને કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ માટેની રજૂઆતો કરી હતી.

નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને સ્વદેશી કાપડ અપનાવવા વોકલ ફોર લોકલની ભાવના મજબુત કરવા આહવાન કર્યું હતું. તે અંતર્ગત તા. ૭ મી ઓગસ્ટે કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને કચ્છી સાલ વડે સન્માનિત કરી - સાંસદએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ, કંડલા મુંબઈ વિમાની સેવા, કંડલા એરપોર્ટ ઉડાન સ્કીમ હેઠળ વિમાની સેવા અને  કંડલાથી બેંગ્લોર અને હૈદરાબાદ (સાઉથ ઇન્ડિયા) વિમાની સેવા અંગે રજૂઆતો ઉડ્ડયન મંત્રી નાયડુજીને રૂબરૂ મળી કરેલ છે. તેમણે સકારાત્મક પ્રતીભાવ આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત રજૂઆતને લક્ષમાં લેવાશે.




Latest News