સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ !


SHARE





માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ !

ચોમાસામાં પડેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે તેવી રીતે માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામ પાસે મેઇન રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું હતું તેવામાં શુક્રવારે એસટીની બસ પસાર થઈ હતી ત્યારે રોડ સાઇડના ખાડામાં તે બસ ફસાઈ ગઈ હતી જો કે, સબ નસીબે બસ પલટી મારી ન હતી જેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાયો ન હતો અને બસની અંદર બેઠેલા મુસાફરો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા જેથી કોઈને ઈજા કે કોઈ જાનહાની થયેલ નથી જોકે, આ બસ ફસાઈ તેની 24 કલાક બાદ પણ એસટી વિભાગમાંથી કે વહીવટી તંત્રમાંથી કોઈ અધિકારી કે કર્મચારી આ બસને બહાર કાઢવા માટે આવેલ ન હતા જેથી ગામના જ લોકો દ્વારા ત્રણ જેટલા જેસીબીને કામે લગાડીને બસને ખાડામાંથી બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જોકે, ખાડામાં ફસાયેલી બસ બહાર નીકળી ન હતી જેથી માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયાએ તંત્ર ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે જો 24 કલાક સુધી ખાડામાં ફસાયેલ એસટીની બસને તંત્ર બહાર કાઢવાની કામગીરી કરી શકતું ન હોય તો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ભારે વરસાદની આગાહી મુજબનો વરસાદ પડે તો તંત્ર શું કામગીરી કરશે તે સૌથી મોટો સવાલે છે.




Latest News