મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં
SHARE
મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં
મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસેથી યુવાન પોતાના પત્ની અને બાળકને બાઈક ઉપર બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે તેઓના બાઇકને હડફેટ લીધું હતું અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં યુવાન અને તેના 6 વર્ષના દીકરાને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેનું મોત નીપજ્યું છે જોકે બાઈક ઉપર બેઠેલ યુવાનના પત્નીને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસેથી દંપતી પોતાના બાળકને બાઈક ઉપર લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈકને નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે હડફેટ લેતા જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઇ રહેલ દિનેશભાઈ ઉર્ફે રોહિતભાઈ લક્ષ્મણભાઈ પરમાર (30) અને તેના દીકરા આદેશ દિનેશભાઈ પરમાર (6) ને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતના આ બનાવમાં દિનેશભાઈના પત્ની લક્ષ્મીબેન દિનેશભાઈ પરમારને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક પોતાનું વાહન ત્યાં રોડ સાઈડમાં મૂકીને નાસી છૂટ્યો હોય હાલમાં અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી ચાલી રહી છે









