મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત
SHARE
મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત
મોરબીના જેતપર રોડ પર આવેલ બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક કારખાના સામેથી મહિલા ચાલીને રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનુ મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામની સીમમાં આવેલ ઇટાલેક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા હરીશભાઈ યતિશ્વર નાયક (37)એ ટ્રક નંબર જીજે 12 એટી 8298 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પત્ની સુનિતાબેન હરીશભાઈ નાયક (38) રહે. હાલ ઇટાલેક સિરામિક કારખાનાની લેબોર કોલોનીમાં વાળા જેતપર રોડ ઉપર આવેલ બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક કારખાના સામેથી ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના પત્નીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે









