મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા


SHARE



































દિનેશ બાંભણિયાએ પાટીદાર સ્નેહમિલનના કાર્યક્રમમાં આપેલ નિવેદન સામે મોરબીથી આવી તીખી પ્રતિક્રિયા

તાજેતરમાં જસદણ ખાતે પાટીદાર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાટીદાર આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માફી માંગવા બાબતનું નિવેદન આપ્યું હતું જેની સામે મોરબીથી મનોજ પનારાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માગવી જોઈએ.

ગુજરાતમાં થયેલ પાટીદાર આંદોલનના કારણે ઇબીસી સહિતના લાભો વિદ્યાર્થીઓને મળ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જોકે, તાજેતરમાં જસદણ ખાતે યોજાયેલ પાટીદાર સમાજના સ્નેહમિલનના કાર્યક્રમમાં દિનેશભાઈ બાંભણિયાએ કહ્યું હતું કે પાટીદાર આંદોલનના કારણે સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુમાવ્યા હતા તેનો મને આજે પણ રંજ છે અને જો તેઓ મળવા માટે સમય આપશે તો તેઓની રૂબરૂ મુલાકાત કરીને માફી માંગીશું. જોકે પાટીદાર સમાજના સ્નેહમિલનના કાર્યક્રમમાં મંચ ઉપરથી દિનેશભાઈ બાંભણિયાએ કરેલી વાતનો પાટીદાર આંદોલન સમિતિના આગેવાન મનોજ પનારાએ મોરબીથી જવાબ આપ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માફી આંદોલનકારીઓએ માંગવાની જરૂર નથી પરંતુ આનંદીબેન પટેલે પાટીદાર સમાજ તથા આંદોલનકારીઓની માફી માંગવાની જરૂર છે કારણ કે તેઓના કાર્યકાળ દરમિયાન 14 પાટીદાર યુવાનોની હત્યા થઈ હતી, બહેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ગાળો બોલવામાં આવી હતી અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું જો તેઓએ આ બધું ન કરાવ્યું હોય તો કોના ઇશારે આ બધું થયું હતું તે સવાલનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસેથી માંગવો જોઈએ. અંતમાં તેઓએ કહ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું રાજીનામું લેવામાં આવ્યું તે ભાજપનું ઇન્ટર્નલ રાજકારણ હતું અને તેમાં આનંદીબેન પટેલનો ભોગ લેવાયો હતો. પાટીદાર આંદોલનને ઢાળ બનાવીને આનંદીબેન પટેલ નું અમિત શાહ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું હતું. જોકે કેશુભાઈ પટેલનું રાજીનામું પણ ભાજપના આંતરિક રાજકારણના કારણે લેવામાં આવ્યું હતું એટલે આનંદીબેન પટેલ સારા મુખ્યમંત્રી હતા તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ તેઓના કાર્યકાળમાં પાટીદારો ઉપર દમણ નથી થયું તેવું પણ નથી.


















Latest News