મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન


SHARE



































મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે મોરબી સનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એક અજાણી કિશોરી એકલી બેઠી છે અને કિશોરી સરખું સરનામું પણ આપતા નથી અને કિશોરી શું બોલે છે તે કાંઈ સમજાતું નથી તેમજ કિશોરી ખુબ જ ગભરાયેલ હાલતમાં છે અને કિશોરી ચિંતામાં છે જેથી કરીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાં જઈને ૧૮૧ નાં કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન તેમજ પાયલોટ યુવરાજસિંહે પહેલા તો કિશોરીને સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતી અને ત્યાર બાદ તેને સાંત્વના આપીને તેની સાથે વાતચીત કરીને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ કિશોરીનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ છતીસગઢ રાજ્યનાં છે તેમના માતા પિતા અને ભાઈ બહેન બધા છતીસગઢમાં જ રહે છે પરંતુ કિશોરી છેલ્લા પંદર દિવસથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે એક પ્લાસ્ટિક બનાવવાની કંપનીમાં તેમનાં બેન -બનેવી સહિત નાં પરિવાર સાથે રહે છે વધુમાં કિશોરી એ જણાવેલ હતું કે મારા બેન-બનેવી મને રોજ નાની નાની વાતમાં માનસિક રીતે ત્રાસ આપે છે તેમજ મારી સાથે ગેરવર્તન કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ મારઝુડ કરે છે માટે હું ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર મારી મરજીથી બપોરના સમયે નીકળી ગઈ છું.

ત્યારબાદ કિશોરી પાસે તેમના પરિવારનું સરનામું પુછેલ પરંતુ કિશોરી છેલ્લા પંદર દિવસથી જ મોરબીમાં આવેલ હોય માટે કંપનીનું નામ પણ યાદ ન હોય અને સરનામું પણ યાદ ન હોય ઘણા પ્રયત્નો બાદ કિશોરીના માતાનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને તેમની સાથે વાતચીત કરી અને કિશોરીનાં બનેવીનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને તેમની સાથે વાતચીત કરી અને આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કિશોરીનાં બનેવીની કંપનીમાં ગયેલ કિશોરીનાં બનેવીએ જણાવેલ કે બપોરના સમયે અમારી જાણ બહાર અમારી દીકરી ઘરથી નીકળી ગયેલ કિશોરીનાં બેન-બનેવીએ તેમની દીકરીને ગોતવા માટે મોરબી, વાંકાનેર અને ટંકારા બધી જગ્યાએ શોધતા હતા જો કે તે મળી ન હતી. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપવામાં આવ્યું હતું અને કિશોરી સાથે મારઝુડ ન કરવાં તેમજ માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ તેમજ કિશોરીનું ધ્યાન રાખવા જણાવ્યુ હતું અને કિશોરીને તેના બહેન બનેવીને સોંપી દેવામાં આવેલ છે આમ કિશોરીનું તેના પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ હતું.


















Latest News