મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ


SHARE



































મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ

મોરબી જિલ્લાના તમામ ખેડૂતો આગામી શિયાળુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરે ત્યારે સાવચેતી રાખવા માટે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા વિશેષ માર્ગદર્શિક પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ ખેડૂતોએ હંમેશાં અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઇનપુટ્સ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરીયાઓ કે લેભાગુ તત્વો પાસેથી ક્યારેય બિયારણ, ખાતર કે દવાઓની ખરીદી કરવી નહીં, જેથી આર્થિક છેતરપિંડીથી બચી શકાય.
 
ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને ખરીદેલ ઇનપુટનું નામ તથા લોટ નંબર દર્શાવતું પક્કું બિલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટ્સ ખરીદવા નહીં અને હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ તેનો ઉપયોગ કરવો. જો બજારમાં અનધિકૃત અથવા મળતા આવતા નામના અમાન્ય બિયારણ, ખાતર કે દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો તત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ની કચેરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.


















Latest News