ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું !
SHARE
ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું !
મોરબીના રાજપર રોડ ઉપર મંગળવારે સાંજના સમયે જાણે ફિલ્મી સ્ટંટ ચાલુ હોય તે પ્રકારે બોલેરો પીકઅપ ગાડીનો ચાલાક પોતાના વાહનમાં પ્લાસ્ટિક મટીરીયલનો માલ ભરીને જઈ રહ્યો હતો અને વાહનમાં ભરેલો માલ એક બાજુ અડધો નમી ગયો હતો અને વાહન ગમે ત્યારે પલટી મારે અને અકસ્માત થાય તેવી શક્યતા હતી તો પણ વાહન ચાલાક પોતાનું વાહન રોકીને માલ સરખો કરવાને બદલે પોતાનું વાહન આગળ હંકારતો જતો હતો જેથી પાછળ આવી રહેલા બાઈક, રીક્ષા વિગેરે જેવા નાના વાહન લઈને ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, આ ઓવરલોડ માલ ભરીને જોખમી રીતે પસાર થતું વાહન હાઇવે ટ્રાફિક પોલીસ કે આરટીઓના કોઈ અધિકારીઓને કેમ દેખાયું નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે
મોરબીના નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર ડમ્પર, ટ્રક, આઇસર, ટ્રેક્ટર વગેરે જેવા વાહનો ઓવરલોડ માલસામાન ભરીને બેફામ ગતિએ દોડતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ઘણી વખત આવા બેફામ ગતિએ દોડતા વાહનો અકસ્માત સર્જતા હોય છે અને તેમાં નિર્દોષ લોકોના જીવ જાય છે તે હકીકત છે તેમ છતાં પણ અવરલોડ માલ ભરીને પસાર થતા વાહન ચાલકો સામે તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવામાં મંગળવારે મોડી સાંજના સમયે મોરબીના રાજપર રોડ ઉપર એક બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 04 એડબલ્યુ 2377 નો ચાલક પોતાના વાહનની અંદર પ્લાસ્ટિક મટીરીયલનો માલ ભરીને જઈ રહ્યો હતો અને તે ગાડીમાં ઓવરલોડ માલ ભર્યો હતો એટલું જ નહીં પરંતુ તે માલ ગમે ત્યારે ગાડીમાંથી નીચે પડે તે રીતે એક બાજુ નમી ગયો હતો તેમ છતાં પણ વાહન ચાલક પોતાનું વાહન રોડ સાઈડમાં ઊભું રાખીને માલસામાનને યોગ્ય કરવાના બદલે પોતાનું વાહન રોડ ઉપર બેફામ ગતિએ હંકારે જાય છે જેથી અન્ય વાહન ચાલકોને નાછૂટકે પોતાના વાહનો પાછળ રાખવા પડે અને ધીમું જ વાહન ચલાવવું પડે તેવો ઘાટ સર્જાયો હતો.
ઉલેખનીય છે કે, ગાડીમાં ભરેલ માલ એક બાજુ નમી ગયું છે તેની જાણ વાહન ચાલકને હોવા છતાં પણ તે પોતાનું વાહન રોકીને અકસ્માત ન થાય તેવી દરકાર લેવાના બદલે પોતાનું વાહન હંકારે જતો હતો જેથી રોડ સાઈડમાં આવેલા ઈલેક્ટ્રીક થાંભલા, વાયર તેમજ વૃક્ષો સાથે વાહનમાં ભરેલ માલ અથડાતો જતો હતો અને તેના લીધે ગમે ત્યારે કોઈપણ પ્રકારનું એક્સિડન્ટ થાય તેવી શક્યતા હતી તેમ છતાં પણ વાહન મેઇન રોડ ઉપરથી બેફામ ગતિએ આગળ જઈ રહ્યું હતું અને તેને રોકવા માટેનો પ્રયત્ન કોઈના દ્વારા કરવામાં આવતો ન હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હાઈવે ટ્રાફિક પોલીસ અને આરટીઓને આવા બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનો કેમ દેખાતા નથી