સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી


SHARE



































સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી સેવાકીય કામ સાથે જોડાયેલ મુસ્કાન વેલફેર સોસાયટીની ટિમ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે અને દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રેપ પીડિત એક દીકરીનું શિક્ષણ આર્થિક કારણોસર અટકે નહીં તે માટે કોલેજની ફી સહિતના શિક્ષણ માટેની જવાબદારી આ સંસ્થાની બહેનોએ ઉઠાવી છે.

દિલ્હીમાં આવેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરી માટે તેના પ્રોફેસર દ્વારા શહેરની કેટલીક મોટી અને જાણીતી સંસ્થાઓ સમક્ષ ફી માટે મદદની અપીલ કરાઇ હતી. જોકે, ત્યાંથી કોઈ સહાય મળી ન હતી ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવકીય કામ કરતી મુસ્કાન વેલફેર સોસાયટી સુધી આ વાત પહોચી હતી અને આ સંસ્થા સાથે જોડાયેલ મહિલાઓએ દીકરીની ગંભીર પરિસ્થિતિને સમજીને તેને સહકાર આપવાનો નિર્ણય કર્યો હતો અને તેની કોલેજની ફી ની રકમ ભરી આપીને શિક્ષણ ચાલુ રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આમ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીએ માત્ર મોરબી પૂરતું જ નહીં પરંતુ દિલ્હી સુધી મદદ પહોંચાડીને સમાજને ‘સેવા એ જ સંસ્કાર’નો નવો રાહ ચીંધ્યો છે


















Latest News