સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન


SHARE



































મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 27 ડીસેમ્બરને રવિવારના રોજ મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે.  

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના લાલજીભાઇ મહેતા. કેતનભાઈ મહેતા, પ્રતિકભાઈ મંડીર અને બલવંતભાઈ ભટ્ટ સહિતની ટિમ દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે જેમાં પાંચ વર્ષથી ઉપરના તમામ ઉમરના લોકો ભાગ લઈ શકે છે અને આ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેનારા તમામ લોકોને શિલ્ડ અને સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવે છે. તેમજ વિજેતા બનેલા સ્પર્ધકોને અલગ શિલ્ડ આપવામાં આવે છે. આટલું જ નહીં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો અને તેની સાથે આવનાર વાલીઓ અને પ્રેક્ષકો માટે સંસ્થા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ફિલ્મી કલાકારો, ડાયરેકટરો પણ ઉપસ્થિત રહેશે જેથી આ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે મોરબીમાં વી.સી. હાઈસ્કૂલની પાછળના ભાગમાં આવેલ ટ્રેડ સેન્ટરમાં ઓફીસ નં 216 ખાતેથી ફોર્મ મેળવવાનું રહેશે અને ત્યાં જ ભરીને પાછું આપવાનું રહેશે.


















Latest News