મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
મોરબીના વતની રક્ષિતભાઈ વાલજીભાઈ કાવરે ઓનલાઈન કલાઉડરેલ ઈન્ડીયા પ્રા.લી. પાસેથી રૂા.૪૫,૯૯૯ નું ફિજ ખરીદેલ હતુ.બરાબર ઠંડક ન આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ- લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ. અદાલતે- ફિજ નવું આપે અથવા રૂા.૫૧,૦૨૧ નવ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના મંજુર કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે મોરબીના વતની રક્ષિતભાઈ વાલજીભાઈ કાવરે ઓનલાઈન કલાઉડેરલ કંપની પાસેથી રૂ. ૪૫,૯૯૯ માં ફિજ ખરીદી કરેલ. આ ફિજ એમેઝોન કંપનીના વિક્રેતાને આ ફિજ જરા પણ ઠંડક ન આપતા વારંવાર ફરીયાદ ગ્રાહકે કરેલ પરંતુ કોઈ જવાબ આવેલ નહીં. બદલવાનું કહેતા કહેલ કે આ મોડલ કંપની પાસે નથી અને પરત આપવાનુ કહેતા રૂ.૫૮૪૭ માં પરત લઈએ તેવો ઉડાવ કંપનીએ જવાબ આપેલ.રક્ષિતભાઈને અન્યાય થતાં તેઓ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.નામદાર હાઈકોર્ટ કલાઉડેરલ કંપનીને રક્ષિતભાઈને ફ્રિજ નવું બદલાવી આપવું.જો કંપની પાસે ન હોય તો રક્ષિતભાઈને મોબાઈલથી ૪૫,૯૯૯ પરત આપવા અને ગેરંટી પીરીયડમાં જે ખર્ચના ૫૦૨૩ પરત આપવા અને કુલ ૫૧,૦૨૨ તથા ૧૦ હજાર ખર્ચના કેસ દાખલ તારીખથી નવ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ આપેલ છે.ગ્રાહકે ઓનલાઈન વસ્તુ ખરીદતા પહેલા વિચારવુ જરૂરી છે. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬), રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) અથવા બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.









