ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ


SHARE





ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ
 
ટંકારાના સરાયા ગામે રહેતા યુવાનના ઘરની અંદર રાખવામાં આવેલ કબાટમાંથી બે તોલાની સોનાની માળા તથા રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.72 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને 2 આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
 
ટંકારાના સરાયા ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢીએ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 1/8 ના રાત્રિના 10:30 વાગ્યાથી લઈને બીજા દિવસે રાત્રીના 1:00 વાગ્યા સુધીના સેમીમાં ફરિયાદીના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોનાની બે તોલાની માળા જેની કિંમત 1,57,000 તથા 15,000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 1,72,000 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ટંકારાના પીઆઈ જે.ડી. ઝાલાની સૂચના મુજબ સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો દરમિયાન રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આર્ય સ્કૂલ સામે જબલપુરના પાટિયા પાસે દુકાન પાસે શંકાસ્પદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો હતો જેથી તેની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને તેની વધુ પૂછપરછ કરવામાં આવતા સરાયા ગામે મકાનમાં ચોરીની તેણે કબુલાત આપી હતી જેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પૈકી 9,300 તથા એક મોબાઈલ ફોન આમ કુલ ભરીને 14,300 મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી કરણ મનુભાઈ વાછાણી (20) રહે હાલ દોલતપરા જુનાગઢ મૂળ રહે જુના બસ સ્ટેશનની બાજુમાં કેશોદ વાળાની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ દરમિયાન વિશાલ સોલંકી તથા સુનિલભાઈ સોઢા રહે બંને જુનાગઢ વાળાનું નામ સામે આવ્યું હોય બંને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News