મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા


SHARE





મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને મોરબી પોલીસ દ્વારા પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
ભુજ(કચ્છ)-મોરબી રેંજ આઇજી ચિરાગ કોરડીયા તેમજ મોરબી જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ તેમજ ડીવાયએસપી જે.એમ.આલએ ફરાર આરોપીઓને પકડવા સુચના કરેલ હોય એલસીબી વોચ તપાસમાં હતો.દરમ્યાન બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૫ માં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી ઇમરાન રાયબભાઇ જેડા મીંયાણા રહે.નવાગામ તા.માળીયા મીંયાણા જી.મોરબી હાલે મોરબી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે જાહેર રોડ ઉપર ઉભો છે.તેવી ચોકકસ હકિકતને આધારે ત્યાં સર્ચ કરતા ત્યાંથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇમરાનભાઇ રાયબભાઈ જેડા મીંયાણા (ઉ.વ.૨૯) રહે.હાલ રણછોડનગર મોરબી મુળ રહે. નવાગામ તા.માળીયા વાળો મળી આવતા તેને પકડી તાલુકા પોલીસ હવાલે કરાયો હતો.
દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી પકડી પાડતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ
મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હકિકત આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે વોચ ગોઠવી તપાસ કરતા ત્યાંથી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો અબઝલ ઉર્ફે અજુ જુમાભાઇ માણેક રહે.ધાંગધ્રા મોચીવાડ હરીપર રોડ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો મળી આવતા તેને પકડી ધકપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



Latest News