મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો


SHARE





હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો

આંતર જિલ્લા દારૂના 6 ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે પોતાના ઘરે હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાંથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં જુદા જુદા ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે થઈને અધિકારી દ્વારા એલસીબીની ટીમને સૂચના આપવામાં આવી હોય હાલમાં એલસીબીની ટીમ જુદા જુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ કરી રહી છે તેવામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપી વિજય જયંતીભાઈ અઘારાને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન એલસીબીની ટીમને હકીકત મળી હતી કે આરોપી હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આવેલ તે ઘરે  છે જેથી એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ઘરમાંથી આરોપી વિજય જયંતીભાઈ અઘારા (42) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આરોપી સામે માળિયા, વાંકાનેર સીટી, હળવદ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, દાહોદ જિલ્લાના ચાકલીયા અને વાવ થરાદ જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશનમાં દારૂના જુદા જુદા છ જેટલા ગુના નોંધાયેલા છે અને તેમાં આરોપીને પકડવાનો બાકી હોય હાલમાં રીઢા આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News