કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ
મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ
SHARE
મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ
મોરબી નજીકના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડીની સામે આવેલ સોસાયટીના રહેણાંક મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસે રેડ કરી હતી.ત્યારે ત્યાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ ૬૪ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી કરીને રૂપિયા ૯૨,૫૭૬ ની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી બે ઈસમોની ધરપકડ કરીને તેઓની પુછપરછમાં એકનું નામ ખુલતા ત્રણેયની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.સી.ગોહિલ તથા સ્ટાફ રાઉન્ડમાં હતો.તે દરમિયાનમાં પીએસઆઇ ગોહિલને મળેલી બાતમીને આધારે મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડીની સામે ધર્મલાભ સોસાયટીમાં રહેતા શૈલેષ ઉર્ફે રોબિન અણદાભાઈ હણ રબારી (૩૯) ના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી ઘરધણી શૈલેષ અણદા હણ તથા વિવેક ઉર્ફે બંસી રમેશભાઈ ખાંભલા રબારી (૨૩) રહે.રાજપર ગામ રબારી કોલોની તા.જી.મોરબી મૂળ રહે.વીસીપરા શંકર મંદિર સામેની શેરી વાંકાનેર ની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી.અને મકાનમાં સર્ચ કરવામાં આવતા મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ ૬૪ બોટલ દારૂ મળી આવ્યો હતો. હાલમાં રૂપિયા ૯૨,૫૭૬ ની કિંમતનો દારૂ જપ્ત કરીને પકડાયેલા શૈલેષ રબારી તથા વિવેક રબારીની પૂછપરછ કરવામાં આવતા તેઓ પાસેથી વિશાલ ઉપેન્દ્ર ખાંભલા રહે. શનાળા ધર્મનગર સોસાયટી મોરબીનું નામ સામે આવ્યું હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત ત્રણેયની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને તેઓ દ્વારા દારૂનો આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો ? તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વાહન અકસ્માન
મોરબીના શનાળા ગામ પાસે આવેલ કેનાલના રસ્તા પાસે બે બાઈક સામસામે અથડાયા હતા.જે બનાવમાં દિવ્યેશ રામજીભાઈ સોલંકી (૨૨) રહે.વાવડી તા.વેરાવળ જી.ગીર સોમનાથને ઇજાઓ થતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ વિરાટ રેસ્ટોરન્ટ નજીક ઢીકાપાટુ તેમજ છરી વડે મારામારી કરવામાં આવતા સૃજલભાઈ પરસોતમભાઈ ચૌહાણ (૨૦) રહે.શનાળાને ઈજા થયેલી હોય તેને પણ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મહિલા સારવારમાં
મોરબીના જોધપર નદી ગામે ગામની સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહીને મજૂરી કરતા પરિવારની વર્ષાબેન રાજુભાઈ તડવી નામની ૧૫ વર્ષની બાળકીને સીમ વિસ્તારમાં સાપ કરડી ગયેલ હોય અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના બીલીયા ગામે રહેતા સવિતાબેન શિવગીરી ગોસાઈ નામના ૯૫ વર્ષના વૃદ્ધા બીલીયા અને બગથળા વચ્ચે આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાટલા ઉપર સુતા હતા ત્યાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેઓને પણ અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોસીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.