ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ


SHARE





ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ

ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ રહેલા મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કુલ મળીને 2,47,600 ની કિંમતના મુદ્દા માલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને ટંકારાના નગરનાકા પાસેથી સીએનજી રીક્ષા લઈને પસાર કરેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા અને તે બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા લક્ષ્મીનારાયણ સોસાયટીના મકાનમાંથી આ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરઉ મુદ્દામાલ તથા રિક્ષા સહિત કુલ 3,47,600 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને પકડવામાં આવેલ છે અને મહિલા સહિત બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં 7 માં આવેલ નવજ્યોત વિદ્યાલય વાળી શેરીમાં રહેતા સુનિલભાઈ મોહનભાઈ રાઠોડએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે ગત તા 16/9 ના બપોરના બે વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી તેઓનું મકાન બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરીને ઘરમાં રાખવામાં આવેલ લોખંડના કબાટમાંથી ચાંદીના પગમાં પહેરવાની કડી એક નંગ, ચાંદીના છડા ચાર લાઈન વાળા એક જોડી, ચાંદીના મોટા સાંકડા એક જોડી, ચાંદીના નાના સાંકડા એક જોડી, ચાંદીનું મંગલસૂત્ર એક આમ કુલ મળીને 998 ગ્રામ ચાંદી તથા સોનાની પાન વાળી બુટ્ટી એક જોડી જેનો વજન 9 ગ્રામ આમ કુલ મળીને 2,47,600 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી તેવાં ચોરીના આ ગુનાને અંજામ આપવા માટે આરોપીઓ સીએનજી રીક્ષા નંબર જીજે 10 ટી 8165 લઈને આવ્યા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી દરમ્યાન ટંકારાના નગરનાકા સામેથી રીક્ષા લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા જે મોરબી તરફ વેચવા માટે જતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 2,47,600 ની કિંમતના દાગીના તથા 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 3,47,600 ની કિંમત પણ મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી ગોપાલભાઈ રાયમલભાઈ વાઘેલા (26) રહે ધ્રોલ રોડ ચામુંડાવાસ ઝૂંપડામાં ધ્રોલ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આરોપીની પત્ની ભાવનાબેન ગોપાલભાઈ વાઘેલા રહે. ધ્રોલ તથા તેના ભાઈ સંજયભાઈ ઉર્ફે મેહુલ રાયધનભાઈ વાઘેલા રહે. ધ્રોલ લતીપર રોડ ધ્રોલ વાળાના નામ સામે આવ્યા હોય તે બંનેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આરોપીઓ દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીમાં આટા ફેરા મારીને બંધ મકાન જોઈ લેતા હતા અને ત્યારબાદ તેના તાળા તોડીને ત્યાંથી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા આ ગુનાનો ભેદ ઉકેલવાની કામગીરી ટંકારાના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News