મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા


SHARE





મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા

મોરબીના ખાખરળા ગામે રહેતા ખેડૂતે પોતાનો જીરુંનો પાક આવ્યા બાદ તેને ગામની સીમમાં આવેલ બંધ પડેલી ઓઇલ મીલના શેડમાં મૂક્યો હતો ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જેથી 4,50,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલ આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે વધુ 2 આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને તે બંનેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (55)એ અગાઉ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ખાખરાળા ગામે આવેલ તેઓની જમીન તથા ભાગવી રાખેલ જમીનમાં તેઓએ જીરુંનો પાક લીધો હતો અને જીરૂનો તૈયાર જથ્થો તેઓની પાસે રાખવા માટેની સગવડ ન હોવાથી તેમણે સાહેદ ભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયાની બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખ્યો હતો અને ત્યાંથી 150 મણ જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી 4.50 લાખ રૂપિયાની કિંમતના જીરૂની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનાની તપાસમાં તાલુકા પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ તાલુકા પીએસઆઇ સૌંદરવા અને તેઓની ટીમ દ્વારા આરોપી રોહિત કવુભાઈ જમખાણીયા (25) રહે. સોજલપર ડેમ પાસે જસદણ અને મહિપત ઓળખે જીગો વાસુરભાઈ સાઢમીયા (20) રહે. માર્કેટયાર્ડ પાસે વીંછીયા વાળાની ધપરપકડ કરીને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે




Latest News