અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE





અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

ટંકારાના કોઠારીયા રોડ ઉપર વાડીએ મહિલાએ તથા ધ્રુવ નગર ગામે વાડીએ આધેડે ઝેરી દવા પી લેતા તેઓનું મોત નિપજ્યું હતું જે બંને બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરના ભીમગુડા ગામે બેલાની ખાણમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા 25 ફૂટ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત નીપજ્યું છે જેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કોઠારીયા રોડ ઉપર રમણીકભાઈ ગોધાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મડીબાઈ નવલસિંહ બુંદેડિયા (35) એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ નવલસિંહ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. જ્યારે બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે મુન્નાભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ વેલજીભાઈ માવી (50) એ પોતે પોતાની જાતે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક આધેડના દીકરા અર્જુનભાઈ લક્ષ્મણભાઈ માવી (28) રહે હાલ ધ્રુવનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાત મૂળ યુપીના રહેવાસી અને હાલ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રામભાઈની બેલાની ખાણમાં રહેતા સુનિલકુમાર જગતનારાયણ બિંદ (47) નામનો યુવાન બેલાની ખાણમાં પોતે પોતાની જાતે હેલોજન લાઈટના છેડા આપતો હતો તે દરમિયાન અકસ્માતે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાન 25 ફૂટ ઊંડી પાણી ભરેલ ખાણમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News