સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !


SHARE





સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !

મોરબીના સીરામીક કારખાનાઓમાંથી મોટાભાગના કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જો કે, દિવસેને દિવસે પ્રોપેન ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલી વધી રહી છે માટે તાજેતરમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી જેમાં પ્રેપેન ગેસની કૃત્રિમ તંગી ઊભી કરીને ઉદ્યોગકારોને લૂંટવામાં આવી રહ્યા છે જેથી સીરામીકના કારખાનાઓ બંધ કરવા કે કેમ તેની ચર્ચા કરવામાં આવી હતી અને હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 17 દિવસમાં પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 6400 રૂપિયા નો વધારો થઈ ગયો છે અને હજુ પણ ભાવ વધે તેવી શ્ક્યતા દેખાઈ રહી છે.

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઇંધણ તરીકે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને બંનેના ભાવમાં ઘણી વખત મોટો તફાવત જોવા મળતો હોય છે જો કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું ત્યાર પછીથી મોરબીના સીરામીક ઉદ્યોગમાં પ્રેપેન ગેસ મળી રહ્યો ન હતો જેથી કરીને ઉદ્યોગકારો પ્રેપેન ગેસ છોડીને નેચરલ ગેસ મોંઘો પડતો હતો તો પણ તેનો ઉદ્યોગકારોને પોતાના કારખાના ચલાવી રહ્યા હતા તેવામાં પ્રોપેન ગેસ મળતો થતાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે પ્રોપેન ગેસ તરફ વળી ગયા હતા અને નેચરલ ગેસની માંગમાં ધરખમ ઘટાડો આવ્યો હતો 

જો કે, સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે પ્રોપેન ગેસ જે ભાવે મળી રહ્યો હતો તેમાં માત્ર 17 દિવસમાં બે દિવસમાં ભાવ વધારો કરવામાં આવેલ હતો જેથી કરીને પ્રતિ ટને 6400 રૂપિયા 17 દિવસમાં વધી ગયા છે. ત્યારે પ્રોપેન ગેસની સપ્લાઈ કરતાં સપ્લાયરો દ્વારા યેનકેન પ્રકારે પ્રોપેન ગેસની શૉર્ટેજ ઊભી કરવામાં આવી રહી છે અને ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી કરીને તાજેતરમાં મોરબી નજીકના શનાળા ગામે આવેલ વાડીમાં સિરામિક ઉદ્યોગકારોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગેસનો જથ્થો હોવા છતાં પણ ગેસની શોર્ટ સપ્લાઈ કરીને ઉદ્યોગકારોને પ્રોપેન ગેસની સપ્લાઈ કરતાં સપ્લાયરો દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે તેવી લાગણી ઉદ્યોગકારોએ આ બેઠકમાં વ્યક્ત કરી હતી.

હાલમાં જે પ્રોપેનના ભાવમાં વધારો થયો છે તેના લીધે સિરામિક ઉત્પાદકોનો ઇંધણ ખર્ચ વધી રહ્યો છે અને બીજી બાજુ છેલ્લા 17 દિવસમાં જે ભાવ વધારો થયો છે તેની સામે તૈયાર પ્રોડક્ટના ભાવમાં વધારો થઈ શકે તેમ નથી આમ બેવડો માર ઉદ્યોગકારોને સહન કરવો પડે છે. જેથી નેચરલ ગેસ છોડીને છેલ્લા મહિનાઓમાં પ્રોપેન તરફ વળેલા સિરામિક ઉદ્યોગ માટે હવે પ્રોપેન ગેસના ભાવમાં સતત કરવામાં આવતો ભાવવધારો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઇંધણ ખર્ચ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

અત્રે ઉલેખનીય છે કે, 1 સપ્ટેમ્બરના રોજ મોરબીમાં 91,550 રૂપિયાના ભાવથી પ્રતિ ટનના ભાવથી પ્રોપેન ગેસ સપ્લાઈ કરવામાં આવતો હતો જો કે, છેલ્લા માત્ર 17 દિવસમાં પ્રોપેનના ભાવમાં 6,400 રૂપિયા પ્રતિ ટને વધી ગયા છે જેથી 97,950 રૂપિયાના ભાવથી પ્રતિ ટન ગેસ મળી રહ્યો છે આમ 17 જ દિવસમાં ગેસના ભાવમાં આસરે 7 ટકા જેટલો વધારો થયેલ છે. જેથી ઉદ્યોગકારોની ચિંતા વધી ગયેલ છે કેમ કે, સિરામિક ઉદ્યોગમાં ઇંધણની કિંમત ઉત્પાદન ખર્ચનો મહત્વનો હિસ્સો છે જો કે, ચાલુ વર્ષે યુદ્ધ સહિતની પરિસ્થિતિના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હજુ પણ વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.




Latest News