મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો


SHARE





હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલા કેદીએ વચગાળાના જામીન મેળવ્યા હતા અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો જે આરોપીને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી પકડીને એલસીબી ની ટીમ દ્વારા આરોપીને રાજકોટ જેલ હવાલે કરેલ છે.

મોરબી જિલ્લામાં જુદા જુદા ગુનાઓની અંદર સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે થઈને જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ દ્વારા સુચના આપવામાં આવી હોય એલસીબીની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે તેવામાં એલસીબીની ટીમને હકીકત મળી હતી કે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2018માં નોંધાયેલ દુષ્કર્મ અને પોકસોના ગુનામાં પકડાયેલ આરોપી રાજકોટની જેલમાંથી વચગાળાના જામીન મેળવીને મુક્ત થયો હતો અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો જે આરોપી જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજા (31) રહે. ભવાનીનગર લાંબી ડેરી ઢોરા વિસ્તાર હળવદ વાળો મોરબીમાં છે જેથી તેને મોરબીમાંથી પકડવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દુષ્કર્મ અને પોકસોનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જેથી આરોપીને રાજકોટ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે રાખવામા આવેલ હતો તેવામાં હાઇકોર્ટમાંથી દિવસ 9 ના વચગાળાના જામીન મેળવી જેલમાંથી મુક્ત થયો હતો અને તા. 19/6/2026 ના રોજ તેને જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી હાજર ન થઈને પેરોલ જમ્પ કર્યા હતા અને આ આરોપી મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ખાતેથી મળી આવતા એલસીબીની ટીમ દ્વારા આરોપીને પકડીને રાજકોટની જેલ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી




Latest News