મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ


SHARE





મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ

રાજ્યના તમામ જિલ્લાઓની અંદર મેઘમહેર થાય છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં હજુ સુધી સંતોષકારક કહી શકાય તેવો વરસાદ પડ્યો નથી જોકે છેલ્લી 26 કલાકની વાત કરીએ તો મોરબી તાલુકામાં 42 એમએમ, માળિયા તાલુકામાં 12 એમએમ અને હળવદ તાલુકામાં 19 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે અને નજીવા વરસાદમાં પણ મોરબી શહેરના કેટલાક વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા વિકાસ કામો અને લેવલ વગરના રોડ રસ્તાના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

મોરબી જિલ્લામાં મેઘરાજાએ મેઘ મહેર કરી હોય તે રીતે ગઈકાલે સાંજથી વરસાદ ધીમીધારે જુદા જુદા વિસ્તારની અંદર વરસી રહ્યો હતો અને હાલમાં જિલ્લાના કંટ્રોલરૂમ પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લી 24 કલાકમાં માળિયા તાલુકામાં 12 એમએમ, મોરબી તાલુકામાં 10 એમએમ, ટંકારા તાલુકામાં 2 એમએમ, વાંકાનેર તાલુકામાં 4 એમએમ અને હળવદ તાલુકામાં 19 એમએમ જેટલો વરસાદ વરસી ગયો છે જોકે સવારે છ થી આઠની બે કલાક દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાં 32 એમએમ એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો આમ મોરબીમાં 42 એમએમ જેટલો વરસાદ સાંજથી લઈને સવાર સુધીમાં વરસી જવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો અને આડેધડ કરવામાં આવેલા વિકાસ કામોના કારણે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત નવા રોડ રસ્તા બનાવવામાં આવે છે તેમાં પણ કોઈપણ પ્રકારનું લેવલિંગ જોવા મળતું નથી જેથી વરસાદી પાણીના નિકાલ બંધ થવાના કારણે મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે વધુમાં મળતી વિગત મુજબ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા વરસાદની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો માળિયા તાલુકામાં 122 એમએમ, મોરબી તાલુકામાં 120 એમએમ, ટંકારા તાલુકામાં 76 એમએમ, વાંકાનેર તાલુકામાં 73 એમએમ તેમજ હળવદ તાલુકામાં 80 એમએમ જેટલો વરસાદ વરસી ગયો છે




Latest News