સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી


SHARE







મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી

 

મોરબીના હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતો યુવાન દવા પી ગયો હતો. તેનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જયારે વાંકાનેરના ઢુવા પાસે અજાણ્યા યુવાનનું મોત નિપજેલ છે.પ્રાપ્ત વિગતો મુજબ બુટવડા ગામે રહેતા મુળજીભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.47) નામનો યુવાન રાત્રીના નવેક વાગ્યે દવા પી ગયો હતો. જેથી તેને અત્રે મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે સારવાર કારગત નહી નીવડતા સારવારમાં રહેલા મુળજીભાઈ મકવાણાનું મોત થયું હતું. બનાવને પગલે એ ડીવીઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ પ્રાથમીક તપાસ કરી વધુ તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી છે. જયારે વાંકાનેર હાઈવે ઉપર ઢુવા નજીક આવેલા બ્રીજ પાસે અજાણ્યા પાત્રીસેક વર્ષના યુવાનનું મોત થતા ડેડબોડી પીએમ માટે અત્રેની સિવિલે લવાયુ હતું.

યુવાન સારવારમાં
 હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી ગયેલા અણજીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.16)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો છે. જયારે જુના દેવળીયા ગામે ઘરે ઈલે.શોર્ટ લાગતા રમેશભાઈ મગનભાઈ ભોરણીયા (56)ને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સામાકાંઠે માળીયા ફાટક પાસેની હોટલ નજીક ચારેક લોકોએ માર મારતા સોહેલખાન (35) રહે. રંગપરને સીવીલે ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા
 વેજીટેબલ રોડ લાભનગર પાસે લોકો દ્વારા માર મારવામાં આવતા રવિભાઈ ચંદુભાઈ જીંજુવાડીયા (34) રહે. ટીંબડીને સારવાર માટે સિવિલે લવાયો હતો. તેમજ ઈન્દીરાનગરમાં મારામારી થતા ઈજાગ્રસ્ત થયેલા મનસુખ હનાભાઈ ચાવડા (23) અને મહેશ લવજીભાઈ ધોળકીયા (26) રહે.બંને ઈન્દીરાનગરને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. જયારે નવલખી રોડ ખાખરાળા ગામે રહેતો જગદીશ ભાલસિંગ (32) નામનો યુવાન દવા પી જતા સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.

ધબધબાટી
 સામાકાંઠે ધરમપુર ગામના સ્મશાન નજીક અમુક લોકો દ્વારા માર મારવામાં આવતા રવિ રમેશભાઈ વરાણીયા (26) રહે. લાભનગર ધરમપુર રોડ અને રમઝાન ગુલામહુસેન મોવર (27) રહે. જોન્સનગર લાતી પ્લોટ પાસેને ઈજાઓ થતા ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે પીપળી રોડ ઉપર આવેલ શાંતિનગરમાં રહેતા કુલસુમબેન સુલેમાનભાઈ સીપાઈ (52) મહેન્દ્રનગર ગામ પાસેના રોયલ પાર્ક નજીકથી શાકભાજી લેવા માટે પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટે લેતા ઈજા પામેલ હાલતમાં તેઓને અત્રેની આયુષ હોસ્પીટલે લઈ જવાયા હતા






Latest News