અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE





મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી શહેરમા વરસાદી પાણીના કુદરતી નિકાલો ઉપર દબાણો દુર કરી લેવામાં આવેલ છે જેથી વરસાદી પાણી રોકાઈ જાય છે જેથી કરીને ગંદકી, રોડ તૂટવા સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેના નિકાલ માટે ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમા દર વર્ષે સામાન્ય વરસાદમા પણ ઘણા વિસ્તારોમા પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે અને ગટરમાં પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી ગટર પણ ઉભરાતી હોય છે. આટલુ જ નહીં રસ્તાઓ તૂટી જાય છે અને ગટરના પાણી રોડ ઉપર ફરી વળે છે. જેના લીધે રોગચાળો પણ ફેલાય છે. આમ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી ગંદકી સહિતના અનેક પ્રશ્ન ઊભા થાય છે વરસાદી પાણીના કુદરતી નિકાલ માટેના વોકળા હતા ત્યાં દબાણ થયેલ છે. જો તેને દૂર કરવામાં આવે તો મોરબીની જનતાને ઘણી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે.

મોરબીમાં જે વોકળા હતા તેમાં ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, નવા બસસ્ટેશનથી રામચોક સુધીનો વોકળો હતો તે બુરાઈ ગયેલ છે., હીરાસરીના મારગથી એવન્યુ પાર્ક સુધીનો વોકળો હતો તેના ઉપર દબાણ થઈ ગયું છે, રવાપર ગામથી એવન્યુ પાર્ક સુધીનો વોકળો બંધ કરી દેવામાં આવેલ છે., એસ.પી. રોડથી વિજય નગર થઇને આલાપની સામેથી વજેપર તરફ જતો વોકળો હતો., રામચોકથી વાઘપર નદી સુધીનો વોકળો, સાવસર પ્લોટથી માધાપર થઇને નવી રેલ્વે કોલોની તરફ જતો વોકળો, શનાળા ગામથી વારાની વાડી વિસ્તાર થઇને ધુતારીનો વોકળો, પોલીસ લાઈન, લખધીર વાસ, નગર દરવાજો થઇને મચ્છુ નદી સુધીનો વોકળો આ ઉપરાંત  વીસીપરા તેમજ અન્ય વિસ્તાર જેવા કે, મહેન્દ્રનગર, ત્રાજપર સહિતના વિસ્તારોમાં વોકળા ઉપર દબાણ કરી લેવામાં આવેલ છે. જે દબાનોને દૂર કરીને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી છે. અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News