હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે
SHARE
મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે
મુળ ટંકારાના નસીતપર ગામના અને હાલ શનાળા ગામે સરદાર ડમ્પરની પાછળ રહેતો રજત ભીમજીભાઈ ઝાલરીયા (31) નામનો યુવાન અપરણીત હતો અને તે શનાળા રોડ ઓસમ સ્પામાં જતો હતો ત્યારે ત્યાં તેની મુલાકાત કાજલકુમારી ઉર્ફે પ્રિયા રામજીભાઈ મહંતો રહે. મુળ હરીયાણા તેના પતિ તરીકે ઓળખ આપનાર સંજય અને ફોન ઉપર પોલીસ તરીકે વાત કરી ધમકી આપનાર ત્રણ સામે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. કારણ કે પ્રિયા કે જેનું સાચુ નામ કાજલકુમારી હતું તેણે રજતને પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
પતિ સાથે છુટાછેડા કરી તારી સાથે લગ્ન કરી લઈશ તેવી લાલચ આપીને રજત પટેલ પાસેથી રોકડ દાગીના મળી કુલ રૂા.19 લાખ પડાવી લીધા હતા. બાદ રજતે પૈસા-ઘરેણા પરત માંગતા ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અંતે રજતભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે થોડા સમય પહેલા કાજલકુમારી મહતો તેમજ તેની સાથે સગાઈ કરેલા સંજીવ ઉર્ફે સંજય રાજીવ મહંતો (23) રહે. ઈકબાલનગર લુધીયાણા પંજાબની થોડા સમય પહેલા ધરપકડ કરાયેલ હતી. જોકે ભોગ બનનાર સાથે પોલીસ તરીકે વાત કરી ધમકી આપનાર ઈસમને પકડવાનો બાકી હતો.
દરમ્યાનમાં એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એન.આર. વાણીયા તથા સ્ટાફે ઉપરોકત ગુનામાં સંડોવાયેલ પોલીસ તરીકે ફોનમાં વાત કરનાર મુસ્તકીમ ઉર્ફ અમન અયુબભાઈ શેખાવત રાજપુત (36) ઉતરપ્રદેશને પકડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને રીમાંડ પર લેવા હુકમ કર્યો હતો. રીમાંડ પુરા થતા તેને પણ હાલ જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
યુવાન સારવારમાં
ઘુંટુ રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહી મજુરીકામ કરતો પ્રેમભાઈ મગનભાઈ આદીવાસી (35) નામનો યુવાન કોઈ પાઉડર પી જતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. તેમજ દલવાડી સર્કલ પાસે સરકારી આવાસ કવાટરમાં રહેતા સુનીલ નવઘણભાઈ ડાભી (32)ને ઈલેકટ્રીક શોર્ટ લાગતા સારવાર માટે લઈ જવાયો હતો.
જાંબુડીયા પાસે રહેતો વિકાસ રામપુકાર સરોજ નામનો 24 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઈવે આરટીઓ કચેરી નજીક બાઈક સ્લીપ થઈ જતા તેને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો. જયારે સામાકાંઠે ત્રાજપરથી કુબેર વચ્ચે ડબલ સવારી બાઈકનો અકસ્માત થતા તેમાં સવાર સિતારામ સિંઘ (32) રહે. લાલપર અને દિનેશ જયપ્રકાશ પટેલ (29) રહે. મહેન્દ્રનગરને ઈજાઓ થતા અત્રે સિવિલે લવાયા હતા. જયાં સારવાર બાદ સીતારામની હાલત ખરાબ જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે









