ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત


SHARE





મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત

 

મોરબી તાલુકાના બાદનપર ગામે રહેતા કમીબેન હમીરભાઈ ટોયટા ભરવાડ નામના 62 વર્ષના વૃધ્ધા તા.1ના રોજ વહેલી સવારે ઢોર ચરાવવા માટે સિમ વિસ્તારમાં ગયા હતા. વરસાદના લીધે વોંકળામાં પાણીનો પ્રવાહ વધુ હતો. ત્યારે કમીબેન વોંકળાના પાણીમાં તણાઈ જતા ડુબી જવાથી તેઓનું મોત નિપજયું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી. ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.જયારે મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા રેસીડેન્સી ખાતે રહેતા માનસીબેન યોગેશભાઈ સુતરીયા (20) નામની યુવતી કોઈ કારણોસર એસીડ પી જતા સારવાર માટે લઈ જવાયા હતા. તેમજ વેજીટેબલ રોડ ઉપરથી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા આયશાબેન ભીખુભાઈ રજા નામના 60 વર્ષના વૃધ્ધા વેજીટેબલ રોડે આવેલ ઉભા સ્કુલ સામે હતા ત્યાં તેઓને ઈલે. શોર્ટ લાગતા સારવારમાં સિવિલે ખસેડાયા હતા.

મહિલા સારવારમાં
 વાઘપર ગામે પ્રાથમીક શાળા પાસે રહેતા મંજુબેન સુરેશભાઈ ડાવર નામની 22 વર્ષીય મહિલા ઘરે ઝેરી દવા પી જતા તેણીને સારવારમાં મોરબી લવાયેલ હતી. બનાવને પગલે પીએસઆઈ તીવારીએ તપાસ કરી હતી. જયારે લખધીરપુર રોડ તુલસી સ્ટોનની પાસે બાઈક અને આઈસર મેટાડોર વચ્ચે થયેલા અકસ્માતના બનાવમાં ઘવાયેલા અશ્ર્વિન રામજીભાઈ સુરાણી (26) રહે. હળવદને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વૃધ્ધ સારવારમાં
 જેતપર- પાવડીયારી રોડે બાઈક ડમ્પરની પાછળ અથડાતા બાઈક સવાર મનસુખભાઈ અમરસીભાઈ ચાવડા (60) રહે. પાવડીયારી જેતપર રોડને સિવિલે સારવારમાં લવાયા હતા. જયારે ગાયત્રીનગરમાં થયેલ મારામારીમાં ત્યાં જ રહેતા ખેંગારભાઈ કાનજીભાઈ ભાડગરા (75) અને સોમીબેન ખેંગારભાઈ (74)ને ઈજાઓ થતા સારવારમાં લઈ જવાયા હતા. તેમજ કંસારા શેરીમાં રહેતા ગીતાબેન જીજ્ઞેશભાઈ ચૌહાણ રજપુત (43)એ ઘરે જાતે પતરા વડે હાથમાં છરકા કરી લેતા તેઓને સારવારમાં લઈ જવાયા હતા. ભાઈ સાથે બોલાચાલી થયા બાદ આવેશમાં આવીને ગીતાબેને ઉપરોકત પગલુ ભયુર્ં હોવાનું પોલીસે જણાવેલ છે.

દારૂ-બીયર પકડાયો
 મોરબી એ ડીવીઝન પોલીસે ભાવેશ અમરશી ઘોડાસરા (30) રહે. પાટીદાર હિલ્સ શનાળા મુળ રહે. પીઠડ જોડીયા જામનગર અને ચંદ્રેશ મગન સુરાણી (44) રહે. હાલ રામકો બંગલો પાછળ રવાપરને શનાળા રોડ લેન્ડ પાર્ક પ્લાઝા નજીક અટકાવી ચેક કરતા તેઓ પાસેથી બીયરના પાંચ ટીન મળી આવતા રૂા.500ના બીયર સાથે બંનેને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.

 તેમજ મોરબી કાલીકા પ્લોટ પાછળ સાયન્ટીફીક મેઈન રોડ ખાતે રહેતો જુનેદ તૈયબ ચાનીયાને રીક્ષા નંબર જીજે 36 યુ 8425 સાથે અટકાવી ચેકીંગ કરાતા તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવતા રૂા.600નો દારૂ તથા 50 હજારની રીક્ષા જપ્ત કરી પ્રોહિબીશન એકટ મુજબ જુનેદ ચાનીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી




Latest News