મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર
હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં 3.08 કરોડની કિંમતના દારૂ બિયારના જથ્થા ઉપર રોડ રોલર ફરી વળ્યું
SHARE
હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં 3.08 કરોડની કિંમતના દારૂ બિયારના જથ્થા ઉપર રોડ રોલર ફરી વળ્યું
મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકા વિસ્તારમાં દારૂની અલગ અલગ રેડ કરવામાં આવી હતી દરમિયાન પોલીસે 70,937 બોટલ દારૂ બિયરનો જથ્થો કબજો કર્યો હતો જે 3.08 કરોડની કિંમતના દારૂ બિયરના જથ્થા ઉપર આજરોજ સુખપર ગામની સીમમાં ડેમ તરફ જવાના રસ્તા ઉપર ખરાબાની જગ્યામાં અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું અને દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દરરોજ કરોડ રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઠલવાતો હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકા વિસ્તારની અંદર વર્ષ 2025-26 માં અલગ અલગ જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી અને તેમાં દારૂ બિયરનો મોટા પ્રમાણમાં જથ્થો પકડવામાં આવ્યો હતો જેમાં હળવદ તાલુકા વિસ્તારની અંદર કુલ મળીને 67 રેડ કરી હતી તેમાં 35,446 બોટલ દારૂ બિયરનો જથ્થો પકડ્યો હતો જ્યારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની 22 રેડ કરવામાં આવી હતી જેમાં 35,491 બોટલ દારૂ બિયારનો જથ્થો પકડવામાં આવ્યો હતો આમ કુલ મળીને 70,937 બોટલ દારૂ બિયરનો જથ્થો જે અલગ અલગ રેડ દરમિયાન પોલીસ દ્વારા પકડવા આવ્યો હતો તેની કિંમત 3,08,87,354 થયા છે આ દારૂ બિયરના જથ્થા ઉપર આજે હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં ડેમ તરફ જવાના રસ્તા ઉપર ખરાબાની જગ્યામાં પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ તથા નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે