હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ હોટલ ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈપણ કારણોસર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામે હોટલ ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂર કામ કરતા સુરજ અમરસિંહ યાદવ (27) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની અતુલ સૂર્યભાન યાદવ (26) રહે. હાલ લજાઈ ગામ હોટલ ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં મૂળ રહે યુપી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ વાય.એચ.ચુડાસમા ચલાવી રહ્યા છે

દવા પી જતાં સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વાંઢ વિસ્તારમાં રહેતા એજાજ જીલાનીભાઈ જામ (20) નામના યુવાને કોઈપણ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

હળવદના રણમલપુર ગામના વાડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રામજીભાઈ પંડિત (45) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર રાજકોટ તરફથી બાઈક લઈને આવી રહેલ દિનેશભાઈ ટીકુભાઈ (50) રહે. વાલાસણ તાલુકો વાંકાનેર વાળાના બાઇકમાં તેનો દીકરો રવિ દિનેશભાઈ (16) પણ સાથે બેઠેલ હતો ત્યારે રિક્ષાને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પિતા અને પુત્રને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News