મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા
SHARE
મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા
મોરબી મહાપાલિકામાં ખાસ સામાન્ય સભા યોજાઇ હતી જેમાં ફાયરની કામગીરી માટે માણસો અને સાધનો જાય તો તેના માટે કઈ રીતે ચાર્જ લેવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે તેમજ ઘન કચરા વ્યવસ્થાપન માટે પણ જુદીજુદી મિકલતો માટે જુદાજુદા માસિક ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે આમ મોરબી સલામતી અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા એજન્ડાઓને આ સામન્ય સભામાં બહાલી આપવામાં આવી છે.
મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષસ્થાને ખાસ સામન્ય સભા યોજાઇ હતી જેમાં ફાયર બ્રિગેડ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે નવો ચાર્જ નક્કી કરવામાં આવેલ છે તેને મંજૂરી આપવામાં આવલે છે જેમાં શહેરી વિસ્તારમાં રહેણાંક અને જાહેર મિલકતો સિવાયની અન્ય કોમર્શીયલ મિલકતોમાં આગ કે રેસ્ક્યુની ઘટના બને તો પ્રથમ 8 કલાક માટે 2500 રૂપિયા, તેમજ વાહન દીઠ 1 કિલોમીટરના 25 રૂપિયા અને 8 કલાકથી વધુ સમય થાય તો દર કલાકે 250 રૂપિયા ચાર્જ અને સ્ટાફ ભથ્થું વ્યક્તિ દીઠ કલાકના 60 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે જો કે, મહાપાલિકાની હદ બહાર જવાનું હોય તો પ્રથમ 8 કલાકના 5000, ખાનગી બંદોબસ્ત માટે 10,000 ચાર્જ, વાહન દીઠ 1 કિમીના 50 રૂપિયા, 8 કલાકથી વધુ હોય તો દર કલાકે 500 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે. તેમજ શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કચરાના એકત્રીકરણ અને વૈજ્ઞાનિક નિકાલનો ખર્ચ વસુલવા માટે રહેણાંક મકાનો માટે દર મહીને 60 રૂપિયા અને ઝુપડપટ્ટી માટે 20 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે અને શહેરમાં આવેલ દુકાનો તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે દર મહિને 150 રૂપિયા, શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ માટે મહિને 100 રૂપિયા અને હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી સંસ્થાઓ માટે મહિને 1000 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે.