મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ
માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી
SHARE
માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી
માળીયા (મી)ના ખીરઈ ગામે માલિકીની ખેતીની જમીનમાં ખેતી કામ કરતા યુવાનને રોકીને ગામના બે શખ્સ દ્વારા “આ ખેતર અમારું છે” તેવું કહીને ગાળો આપવામાં આવી હતી તથા ભડાકે દઈને ફાયરિંગ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરેશભાઈ લક્ષ્મણભાઈ ભોરણીયા (35) હાલમાં ઇકબાલ હાજીભાઈ મોવર અને રણમલ દિલાવર ઉર્ફે દીલાભાઇ સામતાણી રહે. બંને ખીરાઈ વાળા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના ખીરાઇ ગામની સીમમાં ફરિયાદીની માલિકીની જમીન તેઓ ખેડતા હતા ત્યારે આરોપી ઈકબાલ મોવર તથા રણમલ સામતાણી બંને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ખેતર ખેડતા રોકીને ઇક્બાલે “આ ખેતર અમારું છે” તેમ કહી ગાળો આપી હતી અને ભડાકા અને ફાયરિંગ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે રણમલ સામતાણીએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વરલી જુગાર
મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા આરીફભાઈ મુસ્તાકભાઈ (45) રહે. મકરાણી વાસ સબ જેલની પાછળ મોરબી વાળો મળી આવતા પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જયારે મોરબીના આમરણ ગામે બસ સ્ટેશન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા રફીકભાઈ અશરફભાઈ બુખારી રહે. આમરણ વાળો મળી આવતા પોલીસે 260 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે