મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ


SHARE





મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ

મોરબી નજીક આવેલ પરમેશ્વર કાંટા સામે રામદેવ હોટલ નજીકથી પસાર થતી સીએનજી રીક્ષાને ગૌ રક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવતા કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર પાડાને બાંધીને કતલખાને લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં ગૌ રક્ષકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રભુ કૃપા ટાઉનશીપ ખાતે શુભ વિલામાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયા (31)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેબૂબભાઈ અનવરભાઈ મેઘાણી (42) રહે. ફૂલ ગલી મોચી શેરી શક્તિ ચોકની અંદર મોરબી તથા હુસેનભાઈ કાસમભાઈ કટારીયા (50) રહે. શક્તિ ચોક કુબેરનાથ મંદિર સામે મોરબી વાળાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર કંડલા હાઇવે રોડ ઉપર આવેલ પરમેશ્વર કાંટા પાસે રામદેવ હોટલ સામેથી આરોપીઓ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0655 માં જઈ રહ્યા હતા અને તેમાં કુરતાપૂર્વક એક પાડાને બાંધીને લઈ જતા હતા આ રિક્ષામાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવેલ ન હોય આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને શખ્સોને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી આ કામગીરી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌવર્ધન પરિષદ દિલ્હ, હિન્દુ યુવા વાહિની, કચ્છ ગૌરક્ષકની ટિમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News