મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામ નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE









ટંકારાના સરાયા ગામ નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

ટંકારાના લતીપર રોડ ઉપર કારખાનાની સામેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળના ભાગે આવી રહેલા એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના વીરવાવ ગામે શક્તિનગર ખાતે રહેતા સચિનભાઈ રમેશભાઈ ડોબરીયા (21)એ હાલમાં એસટી બસ નંબર જીજે 18 ઝેડ 8658ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરાયા ગામની સીમમાંથી તેઓ ટંકારા લતીપર રોડ ઉપર કેયડી પોલીફેબ કારખાના પાસેથી બાઈક નંબર જીજે 36 બીએ 3040 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે પાછળથી તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને કપાળમાં અને શરીરે ઇજાઓ થઈ હતી તેમજ પીઠ અને છાતીના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ છે જ્યારે બાઈકમાં તેની સાથે પાછળના ભાગે બેઠેલા દર્શનભાઈ ધરમશીભાઈ નિમાવત રહે. ઓટાળા વાળાને પગમાં ફ્રેક્ચર થયું હોય બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે ઈજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

વિછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા પોલાભાઈ લઘરાભાઈ નાગહ (52) નામના આધેડને મોરબીના લાલપર ગામ નજીક અકસ્માતમાં બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યા તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને  જાણ કરવામાં આવી હતી

બાળક સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર નવા જાંબુડીયા ગામે રહેતા ભાવેશભાઈ અરવિંદભાઈ રાવલ (13) નામના બાળકને સાપ કરડી ગયો હોવાના કારણે તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News