મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશ ભાગ, એક પકડાયો-ત્રણ ફરાર


SHARE









મોરબીમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશ ભાગ, એક પકડાયો-ત્રણ ફરાર

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને ત્રણ શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જો કે, પોલીસે એક શખ્સની 3200 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી અને 4 શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના 3 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં શેરી નં. 3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશ ભગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે રવિભાઈ રમેશભાઇ અગેચાણીયા (25) રહે. કબીર ટેકરી વાળાની 3200 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરેલ છે જ્યારે પોલીસને જોઈને હાજીભાઈ મુસાભાઇ ખુરેશી, જુનેદભાઈ ખુરેશી અને રવિભાઈ ડોડીયા રહે. બધા કબીર ટેકરી વાળા નાસી ગયા હતા જેથી કરીને ચાર શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા જ્યોત્સ્નાબેન હસુભાઈ ગોસાઈ નામના મહિલાએ ઘરે વધુ પડતી ગોળીઓ પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં દલવાડી ચોકડી પાસે રોલા રાતડીયાની વાડી ખાતે રહેતા મનિષાબેન દિલીપભાઈ ડાભી (30)ને સનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસે સંસ્કાર બ્લડ બેન્ક નજીક રમેશભાઈ ડાભીએ માર મારતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News