મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાનનો આપઘાત: ટંકારાના સરાયા ગામે ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE





મોરબીના સાપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાનનો આપઘાત: ટંકારાના સરાયા ગામે ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત

મોરબીના સાપર ગાળા રોડ ઉપર આવેલ કારખાનાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જ્યારે ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા આધેડે ઘર કંકાસથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના સાપર ગાળા રોડ ઉપર આવેલ લોર્ડ્સ માઈક્રોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સકીરભાઈ શકુરભાઈ અન્સારી (41)કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા શામજીભાઈ નારણભાઈ ઢેઢી (55)એ ગત તા. 11/7 ના 12:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે ઘર કંકાશના કારણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની તેઓના દીકરા અક્ષયભાઈ શામજીભાઈ ઢેઢી (32) રહે. સરાયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News