મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ! મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

અરરર: મોરબી તાલુકામાં એક નરાધમ દ્વારા ગાય માતા સાથે દુષ્કર્મનો પ્રયાસ, ગુનો નોંધાયો


SHARE









અરરર: મોરબી તાલુકામાં એક નરાધમ દ્વારા ગાય માતા સાથે દુષ્કર્મનો પ્રયાસ, ગુનો નોંધાયો

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવો જ એક બનાવો મોરબી તાલુકા વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં મોરબી  હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક હોટલ પાસે એક શખ્સ દ્વારા ગાયની સાથે અશ્લીલ હરકત કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે પ્રભુ કૃપા ટાઉનશીપ શુભ વિલા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 204 ખાતે રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયા (31)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કૈલાશ દોલારામ ગામેતી રહે. નાંદેશમા તાલુકો ઘોઘુંદા જીલ્લો ઉદેપુર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે બાપાસીતારામ હોટલ નજીક ખુલી જગ્યામાં તા.14/7 ના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં આરોપી દ્વારા ગાય સાથે અશ્લીલ હરકત કરીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવનો વિડીયો પણ સામે આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં હિન્દુ સંગઠનના આગેવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની તથા ગુજરાત પશુ ક્રુરતા અધિનીયમ ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News