ટંકારાના સરાયા ગામ નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસેથી ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક આધેડનું મોત: એક ગંભીર
SHARE
વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસેથી ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક આધેડનું મોત: એક ગંભીર
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર હસનપર ઓવરબ્રિજ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં બાઈક ચલાવી રહેલા આધેડને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જયારે બાઈકના પાછળના ભાગે બેઠેલા આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં ઇજા પામેલા આધેડના દીકરાએ આપેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં રહેતા રવિભાઈ મુકેશભાઈ જોષી (21)એ હાલમાં કાર નંબર જીજે 36 એપી 8221ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ હસનપરના ઓવરબ્રિજ પાસેથી તેઓના પિતા મુકેશભાઈ જોશી અને સદાકતખાન બંને બાઈક નંબર જીજે 36 એમ 4061 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કારના ચાલકે અચાનક વણાંક વાળી લેતા ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં સદાકતખાનને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જ્યારે ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીઇ ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની ઇજાગ્રસ્ત આધેડના દીકરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
આપઘાતનો પ્રયાસ કર્યો
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે બુલીભાઈ સરફરાજભાઈ શેખ (25)એ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
ઝેરી દવા પી લીધી
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા સાગરભાઇ નવઘણભાઈ મુંધવા (25)એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી