કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE







હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

હળવદના કડીયાણા ગામે ખાનગી દવાખાનામાં એસઓજીની ટીમ દ્વારા રેકરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર કોઈપણ પ્રકારની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ ડોક્ટર મળી આવ્યો હતો જેથી પોલીસે દવા તથા રોકડા રૂપિયા મળીને 45,682 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બોગસ ડોક્ટરની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ કડીયાણા ગામ પાસે ખાનગી દવાખાનામાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર કોઈપણ પ્રકારની ડીગ્રી વગર બીમાર દર્દીઓને સારવાર કરીને લોકોના આરોગ્યની સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવતા હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી પોલીસે નરેન્દ્રભાઈ જયંતીભાઈ કૈલા (42) રહે. હરીદર્શન પાર્ક સોસાયટી હળવદ વાળાને ઝડપી લીધો હતો અને ત્યાંથી 44,532 ની કિંમતની દવાઓ તથા 1150 રૂપિયા રોકડા આમ કુલ મળી 45,682 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોગસ ડોક્ટરની સામે બીએનએસની તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News